પાકિસ્તાનથી ઓપરેટ થતા કોણ બનેગા કરોડપતિ ફ્રોડના ગુનામાં બે આરોપીની આસામથી ધરપકડ...
સુરત સાયબર ક્રાઇમ દ્વારા ઇજાજુલ હક અને મુજફર અલી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી.આસામના કોચગાવ ખાતેથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી.આરોપીએ સુરતના ફરિયાદીને 8,50,000 અને 25 લાખની લોટરી લાગી છે તેવું કહીને તેમની સાથે છેતરપિંડી કરી હતી.ફરિયાદીના ખાતામાંથી 13,51,450 આરોપીઓએ ટ્રાન્સફર કરાવી લીધા હતા.બદલામાં આરોપીઓએ ફરિયાદી પાસેથી state bank of indiaના બોગસ ચેક અને RBIના બોગસ લેટર પેડ સહિતના ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતા.સુરત શહેર સાઇબર ક્રાઇમની ટીમ આસામ રાજ્યના ગોવાહાટીથી 140 કિલોમીટર દૂર નગાઉ ડિસ્ટીકમાં હોવાની બાતમી મળી હતી.પોલીસે આરોપીઓની રેકી કરી તેમજ જુદા જુદા લોકેશન પરથી બે આરોપીને સફળતાપૂર્વક પકડી પાડ્યા.