સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાલનપુર કેનાલ રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લેવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.સુરતના પાલનપુર કેનાલ રોડ પર એક કાર ચાલકે અકસ્માત સર્જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કાર દ્વારા એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લેવામાં આવ્યા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર વ્યક્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે પોલીસ તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.અકસ્માતમાં વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી રહી છે.