પોલીસે આ ગુનામાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલસીબી ટીમ મળી ગળફોળ ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.આ ગુનામાં પાંચ આરોપીઓને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી કુલ 4,34,300 નો મુદ્દા માલ કબજે કર્યો.આરોપીઓએ પલ્સાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ મકાનોમાં બારી દરવાજાના ગ્રીલ તોડી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.એલસીબી અને પલસાણા પોલીસના માણસોને મળેલ બાદમીના હકીકતના આધારે બલેશ્વરના બિલાલ નગર વિસ્તારમાંથી ખાનભાઈની ચાલમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા.ઝડપાયેલા આરોપીમાંથી ત્રણ પુરુષ અને બે મહિલાઓ સામેલ છે.જ્યાં આ ગુનામાં પોલીસે એક આરોપીને વોલ્ટેજ જાહેર કર્યો છે.આરોપીઓ પાસેથી રહેનાર મકાનમાંથી ટીવી સ્પીકર પ્રોજેક્ટ મોબાઈલ ફોન પંખા ગાદલા સાડીઓ રસોડાના સામાનો વગેરેનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે.જોકે આરોપીઓએ હજુ ગ્રામ્ય વિસ્તારમાં કેટલા ચોરીના બનાવો અને અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી..