અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં પાંચ દિવસના વિરામ બાદ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ પછી વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદના કારણે વાવેતર કરેલા પાકોને પૂરતું પાણી મળ્યું છે, જેના કારણે ખેતી માટે લાભદાયક સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી પાકના વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.વરસાદ વરસતા ગામના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બાળકો અને યુવાનો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હવે ખેડૂતો સારા ચોમાસાની આશા સાથે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે.