અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં પરસોડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સેજલબેન વસંતભાઈ પાંડોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ વાલીઓને પોલિયો રસીકરણના મહત્વ અને તેના ફાયદાઓ અંગે માહિતી આપી હતી.ભારતને કાયમી પોલિયોમુક્ત રાખવાના હેતુથી યોજાયેલા આ અભિયાન અંતર્ગત તમામ લાયક બાળકોને પોલિયોની રસી અપાઈ રહી છે, જેથી દેશમાં ફરીથી પોલિયોનો પ્રકોપ ફેલાય નહીં.
પરસોડામાં રાષ્ટ્રીય પોલિયો નાબૂદી અભિયાન યોજાયું..