પાટણના ચૌધરી સમાજના યુવાનોએ વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત અનોખી પહેલ કરી છે. સમાજના ૨૭૦ વડીલોને ટ્રેન મારફતે હરિદ્વારની યાત્રા કરાવી પાંચ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું..પાટણ ચૌધરી સમાજના યુવાનો દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત સમાજના ૨૭૦ વડીલોને ટ્રેન મારફતે હરિદ્વારની યાત્રા કરાવવામાં આવી હતી.ચૌધરી સમાજ દ્વારા હરિદ્વાર ખાતે પાંચ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રખર પ્રવક્તા બટુક બાપુએ કથાનું રસપાન કરાવી ભક્તિમય માહોલ સર્જ્યો હતો.યુવાનો અને વડીલોએ હરિદ્વાર ખાતે ગંગા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.વડીલ વંદના કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પાટણ ચૌધરી સમાજના યુવાનોની અનોખી પહેલ