વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિલુદ્રા ગામ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં અંદાજે 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત અંકલેશ્વરના માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પિલુદ્રા ગામના તળાવ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે પિલુદ્રા ગામમાં અંદાજિત 700 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ સાથે વાવવામાં આવેલા વૃક્ષોના જતન અને સંવર્ધન માટે પણ ઉપસ્થિત લોકોએ સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, બેઇલ કંપની, પ્રજ્ઞા કેમિકલ કંપની તેમજ વન વિભાગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમમાં મહાનુભાઓ  સહિતના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ જતન, વૃક્ષારોપણ અને હરિયાળું ગુજરાત બનાવવા માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી.
બાઈટ : ઈશ્વરસિંહ પટેલ – રાજ્ય મંત્રી, જળ સંપત્તિ વિભાગ