સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પર્યાવરણ બચાવવાનો સંદેશ આપતી અદભુત રંગોળી સ્થાનિક કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ શહેરમાં અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતી અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે.સ્થાનિક કલાકાર દ્વારા બે દિવસની ભારે મહેનત બાદ આ અદભુત રંગોળી બનાવવામાં આવી છે. રંગોળી મારફતે *Save Environment, Save Water અને Save Tree* જેવા સંદેશો આપવામાં આવ્યા છે.પાણીનો બગાડ અટકાવવા, વૃક્ષોનું રક્ષણ કરવા અને પર્યાવરણની જાળવણી કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો આ અનોખો પ્રયાસ છે.કલાકારોને આશા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રંગોળી નિહાળી તેમને પ્રોત્સાહન આપશે.