<p>ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જના લુવારિયા વીડી વિસ્તારમાં પ્રેગ્નન્ટ સિંહણના મોતના મામલે વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. ઘટનામાં બેદરકારી સામે આવતા ફોરેસ્ટર ચેતન ઘેવરીયાની પાલીતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે.જુનાગઢના C.F. રામ રતન નાલાએ સમગ્ર ઘટનાની તપાસ માટે સ્થાનિક ACFને આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી પેટ્રોલિંગમાં ખામી અને બેદરકારી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.ગામજનોએ બે દિવસથી એક જ સ્થળે બીમાર હાલતમાં રહેલી સિંહણ અંગે જાણ કરી હોવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ તે મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે. સિંહણના મોત માટે જવાબદાર કોણ તે અંગે તપાસ ચાલી રહી છે.</p>