પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસના નિમિત્તે વિશેષ ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અહીંના કડવા પટેલ સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર નીતિનભાઈ અઘેરા દ્વારા કોટેજ હોસ્પિટલ સામે આવેલા વાલ્મિકી વાસ ખાતે વાલ્મિકી સમાજના પરિવારો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં 800થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.કાર્યક્રમમાં નીતિનભાઈ અઘેરા, ડિમ્પલભાઈ અઘેરા, પૂર્વ નગરપતિ રમણીકભાઈ લાડાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વાલ્મિકી સમાજના આગેવાનો અને સમાજજનોએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.આ પ્રસંગે સમાજના આગેવાનોએ અઘેરા પરિવારનો આભાર વ્યક્ત કરી સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવનાને વધાવી હતી.
પુરુષોત્તમ માસે ભોજન પ્રસાદનું આયોજન