પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિર કેમ્પસ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં હોમિયોપેથીક તબીબ ડૉ. મનોજ માકાણી, ડૉ. નવીન કણજારિયા, ડૉ. વિશાલ વ્યાસ તેમજ ડૉ. વિજય સુથાર સહિતના તબીબોએ દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કર્યું હતું.સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, પાલનપુર, ડીસા અને રાધનપુર સહિતના શહેરોમાં પણ આવા કેમ્પો યોજી દર્દીઓને નિદાન અને સારવાર આપવામાં આવે છે.ડૉ. મનોજ માકાણીના જણાવ્યા મુજબ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા જટિલ બીમારીઓથી પીડાતા લોકોને રોગમુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ રાધનપુર ખાતે દર મહિને આવા આરોગ્ય કેમ્પ યોજવાની પણ યોજના છે.કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી હતી અને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડૉ. વિજય સુથાર તથા ગાયત્રી મંદિર પરિવારનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાધનપુરમાં નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ..