સુરતના મોટા વરાછા સ્થિત શ્રીકૃષ્ણનારાયણ મંદિર સંકલ્પ ધામ ખાતે શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાની પૂર્ણાહુતિ પ્રસંગે રક્તદાન કેમ્પ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ સંચાલિત અનાદિ શ્રીકૃષ્ણનારાયણ મંદિર (સંકલ્પ ધામ), મોટા વરાછા, સુરત ખાતે શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ ભગવાન રચિત શ્રી લક્ષ્મીનારાયણ સહિતામાં વર્ણવાયેલા "પુરુષોત્તમ માસ મહાત્મય" જ્ઞાન યજ્ઞની કથાનું તારીખ 31-05-2026 થી 14-06-2026 સુધી આયોજન કરવામાં આવ્યું હતું.કથાની પૂર્ણાહુતિ પ્રસંગે રક્તદાન કેમ્પ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કથાના વક્તા અનાદિ મહામુક્ત રાજ પરમ પૂજ્ય રતિલાલ ભગત દ્વારા પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણ નારાયણનો મહિમા સમજાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન, સત્સંગ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.