મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે સરકારશ્રીના આદેશ મુજબ સેવાસેતુ જન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે પ્રાથમિક શાળામાં સેવાસેતુ જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આંગણવાડી, વૃદ્ધ પેન્શન, સ્માર્ટ મીટર, એસટી જાતિના લાભો સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે પ્રેક્ટીકલ સમજ આપવામાં આવી હતી.આ કાર્યક્રમની વ્યવસ્થા રેલ્લાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.ખેતીવાડી માટે ખેડૂત રજીસ્ટ્રેશન અંગે દ્રષ્ટિબેન ચૌધરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે મેઘરજ હસ્તકની તમામ આંગણવાડી બહેનો દ્વારા નવા ચાર્જમાં આવેલા મનીષાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વૃદ્ધ પેન્શન અને આધારકાર્ડ સુધારણા સંબંધિત કામગીરી સૌથી વધુ જોવા મળી હતી.આઈસીડીએસની બહેનો દ્વારા નાના બાળકો માટે પોષક આહાર અંગે પણ સમજ આપવામાં આવી હતી.આ પ્રસંગે મેઘરજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જયેશભાઈ અસારી તથા મેઘરજ તાલુકા યુવા ભાજપ કાર્યકર જયદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
રેલ્લાવાડામાં જન કલ્યાણ કાર્યક્રમ યોજાયો...