સુરતના સચિન વિસ્તારમાં એક વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પીડિત યુવક અગાઉથી 40 ટકા પેરેલાઇઝ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિત પક્ષનો આક્ષેપ છે કે સચિન પોલીસ સ્ટેશનના રિક્ષાચાલકે યુવક સાથે મારામારી કરી હતી. માર મારવામાં આવતા યુવકને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પીડિતે રિક્ષાચાલક સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સચિનમાં રિક્ષાચાલકની દાદાગીરીનો આક્ષેપ..