ચોકબજાર પોલીસે આરોપી દીપક સોંદરવા ની ધરપકડ કરી.વેદ રોડ સ્થિત રમણ નગર સોસાયટી નજીકથી સગીરાનું અપહરણ કર્યું હતું.જે બાદ પરિવારે ચોકબજાર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.25 મી મે ના રોજ સગીરા ઘરેથી ગુમ થઈ હતી,સંબંધીના ત્યાં રહેવા આવેલી 13 વર્ષીય સગીરાની પરિવારે શોધખોળ કરી હતી.કોઈ પત્તો નહીં લાગતા પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ ના આધારે તપાસ આરંભી હતી.જ્યાં માત્ર ગણતરીના કલાકોમાં આરોપી દીપક સોંદરવા ની ઝડપી પાડ્યો હતો.આરોપીની પૂછપરછમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.જે બાદ દુષ્કર્મ આચર્યું હતું,જ્યાં પોક્સો એક્ટ હેઠળના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી.