સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ સાઇકલની ચોરી તો કરી, પરંતુ બીજા જ દિવસે પોતાની ભૂલ સ્વીકારી સાઇકલ પરત મૂકી જતા સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે.સુરતના સલાબતપુરા વિસ્તારમાં અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે.વિસ્તારમાં એક મહિલાએ પહેલા સાઇકલ ચોરી કરી લઈ ગઈ હતી.જોકે બીજા જ દિવસે એ જ સમયે મહિલા ફરી ઘટના સ્થળે પહોંચી હતી.મહિલાએ ચોરી કરેલી સાઇકલ પરત મૂકી દીધી હતી.આ દરમિયાન મહિલાએ CCTV કેમેરા સામે હાથ જોડી પોતાની ભૂલ બદલ માફી પણ માંગી હતી.સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા લોકોમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.સાઇકલ ચોરી અને ત્યારબાદ તેને પરત મૂકી માફી માંગવાની આ ઘટના વિસ્તાર માટે ચર્ચાનો વિષય બની છે.હાલ આ સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે.
સલાબતપુરામાં અજીબ ચોરીની ઘટના...