"સાળંગપુરધામમાં અમાસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવનો ભવ્ય  શણગાર "

UFBU બેંક કર્મચારીઓની હડતાળ સુરત સહિત દેશભરમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને યોજાઈ છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા તમામ શનિવારે રજા જાહેર કરીને અઠવાડિયામાં 5 દિવસની બેંકિંગ વ્યવસ્થા અમલમાં મૂકવા સહિતની માંગ કરવામાં આવી છે. સુરત UFBU ટીમના જણાવ્યા મુજબ શહેરના અંદાજે 6 હજારથી 7 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાશે.

તમામ શનિવારે રજાની મુખ્ય માંગ

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC સહિતના સંગઠનો સામેલ છે. UFBU દ્વારા અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગની વ્યવસ્થા લાગુ કરીને તમામ શનિવારે રજા જાહેર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે.

UFBUના જણાવ્યા મુજબ 8 માર્ચ, 2024ના Settlement અને Joint Note અનુસાર તમામ શનિવારે રજા જાહેર કરવાની ભલામણ સરકારને મોકલવામાં આવી હતી. આ વ્યવસ્થા માટે કર્મચારીઓ રોજના કામકાજના સમયમાં 40 મિનિટનો વધારો કરવા પણ સંમત થયા હતા. જોકે અંતિમ મંજૂરી નહીં મળતાં યુનિયનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

PLI યોજનાને લઈને પણ UFBUનો વાંધો

Performance Linked Incentive એટલે કે PLI યોજનાને લઈને પણ UFBU દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. UFBUના જણાવ્યા પ્રમાણે નવી વ્યવસ્થામાં Scale IVથી VIIIના અધિકારીઓને વિશેષ PLIનો લાભ આપવાની જોગવાઈ છે, જેના કારણે મોટા ભાગના કર્મચારીઓ આ વ્યવસ્થાથી બહાર રહે છે. આ મુદ્દે પણ ફેરફારની માંગ કરવામાં આવી છે.

પડતર પ્રશ્નોના ઝડપી અને યોગ્ય ઉકેલ માટે UFBU દ્વારા તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 11 સપ્ટેમ્બરની અખિલ ભારતીય હડતાળ બાદ 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાળ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ 26 ઓક્ટોબર, 2026થી અનિશ્ચિત મુદતની હડતાળનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત UFBU ટીમના જણાવ્યા અનુસાર શહેરના અંદાજે 6 હજારથી 7 હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. હડતાળના દિવસે સુરતના ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ બરોડા ઝોનલ ઓફિસ ખાતે સવારે 10 વાગ્યે દેખાવો અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.

આમ, પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા, PLI યોજનામાં ફેરફાર અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે UFBU દ્વારા તબક્કાવાર આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.