ભરૂચ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીક કેનાલમાં નાહવા ગયેલા બે યુવકોમાંથી એક યુવક તણાઈ જવાની ઘટના સામે આવી છે. જ્યારે રીક્ષા ચાલકની સતર્કતાના કારણે એક યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના મહારાજા નગર પાસે આવેલી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બે યુવકો નાહવા માટે ગયા હતા.નાહવા દરમિયાન બંને યુવકોનો પગ લપસી જતા તેઓ કેનાલના પાણીમાં ખેંચાવા લાગ્યા હતા.આ દરમિયાન રીક્ષા ચાલક ઝુબેર શિદાતે સમગ્ર ઘટના જોતા તાત્કાલિક પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતા જ ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક યુવકનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.જ્યારે કેનાલમાં તણાઈ ગયેલા અન્ય યુવકની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.