સરથાણા નેચર પાર્કની આવકમાં 15% વધારો વેકેશનમાં 1.09લાખથી વધુ મુલાકાતીઓ
સુરતના સરથાણા નેચર પાર્કે આ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધતા નેચર પાર્કની આવક 30 લાખ રૂપિયાને પાર પહોંચી છે.સુરતના સરથાણા નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે નેચર પાર્કની આવક અને મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.આંકડાઓ મુજબ વર્ષ 2025માં 5 મે થી 8 જૂન દરમિયાન કુલ 1 લાખ 3 હજાર 879 મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2026માં 4 મે થી 7 જૂન દરમિયાન આ સંખ્યા વધીને 1 લાખ 9 હજાર 189 પર પહોંચી છે.આવકની વાત કરીએ તો ગત વર્ષે નેચર પાર્કને 27 લાખ 67 હજાર 80 રૂપિયાની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે આવક વધીને 30 લાખ 8 હજાર 950 રૂપિયા સુધી પહોંચી છે.આ રીતે કુલ 2 લાખ 41 હજાર 870 રૂપિયાનો વધારો નોંધાયો છે, જે ટકાવારીમાં આશરે 15 ટકા જેટલો વધારો દર્શાવે છે.સિંહ, વાઘ અને વિવિધ પ્રકારના પક્ષીઓને નિહાળવા માટે સવારથી જ ટિકિટ બારી પર લાંબી કતારો જોવા મળી હતી.સરથાણા નેચર પાર્ક આ વેકેશન દરમિયાન સુરતવાસીઓ અને બહારથી આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.