સત્યમ્ વિદ્યાલયમાં ત્રિવેણી કાર્યક્રમ...
અરવલ્લી જિલ્લાના મોડાસા સંચાલિત શ્રી આર. જે. પટેલ "સત્યમ્ વિદ્યાલય" ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપતા ભવ્ય ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા પ્રવેશોત્સવ, સ્ટુડન્ટ્સ પબ્લિક રીડિંગ લાયબ્રેરી અને શિશુવિહાર કેન્દ્રના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો હતો.મોડાસા સંચાલિત શ્રી આર. જે. પટેલ "સત્યમ્ વિદ્યાલય" ખાતે આજે શિક્ષણલક્ષી ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં શાળા પ્રવેશોત્સવ, સ્ટુડન્ટ્સ પબ્લિક રીડિંગ લાયબ્રેરી તેમજ શિશુવિહાર કેન્દ્રના દીપ પ્રાગટ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધનસુરા સ્થિત રામજી મંદિરના પ.પૂ. મહામંડલેશ્વર પુરુષોત્તમદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે પોતાના આશીર્વચનમાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના મૂલ્યો અપનાવવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકગણ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.બાળકોને ચોકલેટ અને પેનનું વિતરણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓમાં વાંચનની અભિરુચિ વિકસે અને જ્ઞાનનો વ્યાપ વધે તે હેતુથી સ્ટુડન્ટ્સ પબ્લિક રીડિંગ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.સાથે જ નાનાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી શિશુવિહાર કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.શિક્ષણ, વાંચન સંસ્કૃતિ અને બાળ વિકાસને સમર્પિત આ ત્રિવેણી કાર્યક્રમ સત્યમ્ વિદ્યાલય માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો.