સુરત સાયબર ક્રાઇમ સેલ ની કાર્યવાહી .પુણેના મહારાષ્ટ્ર ખાતેથી બે આરોપીઓ સુનિલ કિશન શિંદે અને વિક્રમ શેટે ને ઝડપી પડાયા .આરોપીઓના ઇન્ડસ્લેન્ડ બેંક ખાતામાં સાયબર ફ્રોડ માં 9.50 લાખ ટ્રાન્સફર થયા હતા .આરોપીઓએ પોતાના બેંક એકાઉન્ટની કીટ, ફરાર આરોપીઓને કમિશન પેટે સાયબર ફ્રોડ ના ગુના આચરવા માટે ભાડા પટ્ટા પર આપ્યું હતું,શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી,ફોરેક્સ ટ્રેડિંગના વીઆઈપી ગ્રુપમાં ફરિયાદીને સભ્ય બનાવાયા હતા, જે ગ્રુપમાં બનાવટી વેબસાઈટ ની લીંક શેર કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી પાસે આઈડી બનાવવામાં આવી હતી, એ આઈડી ના આધારે ટ્રેડિંગ કરવા અલગ અલગ બેંક એકાઉન્ટમાં 14.60 લાખ નું ઇન્વેસ્ટ કરાવ્યું હતું .ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું .જે ગુનામાં વપરાયેલી રકમ આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ હતી. જે એકાઉન્ટ ફરાર આરોપીઓને ભાડે આપવામાં આવ્યું હતું આરોપીઓના બેન્ક એકાઉન્ટ NCCRP પોર્ટલ પર 7 જેટલી ફ્રીડની ફરિયાદ,જેમાં કુલ  4.68 કરોડનું સાયબર ફ્રોડ થયા હોવાનું સામે આવ્યું,વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી .