તાપી જિલ્લામાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી તાપી પોલીસે મહત્વની સફળતા મેળવી છે. મૃતકની હત્યા તેના જ મિત્રએ અંગત અદાવતમાં કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. તા. 08 જૂન 2026ના રોજ સોનગઢ પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તાપી જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે તપાસ કરતા મૃતક મહેન્દ્રભાઈ નિશાળ રાઠોડની હત્યા તેના મિત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત મળી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.