ગઈકાલે, ૨૨ મેના રોજ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સ્પોર્ટ્સ પર આધારિત ચિલ્ડ્રન ફિલ્મ 'ભમરડો' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી અદભૂત અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ દર્શકો આ ફિલ્મને "ખરેખર જબરજસ્ત" ગણાવી રહ્યા છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.'આ આ ફિલ્મ્સ' (Aa Aa Films) અને 'હાર્દિક ભટ્ટ પ્રોડક્શન' ના સંયુક્ત ઉપક્રમે બનેલી આ શાનદાર ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક શૈલેષ પડસાલા છે. તેમણે બાળકોની રમતગમત અને તેમની લાગણીઓને ખૂબ જ સુંદર રીતે મોટા પડદા પર ઉતારી છે.ફિલ્મનું મધુર સંગીત જયદીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે લોકપ્રિય સિંગર તન્મય બિરાડેએ પોતાના અવાજથી ફિલ્મના ગીતોને જીવંત કર્યા છે. દર્શકો થિયેટરમાંથી બહાર નીકળતી વખતે ફિલ્મના ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
અભિનય:ફિલ્મની સ્ટારકાસ્ટમાં જશ ત્રાડા, હિતાર્થ યાદવ, વિનીતા જોશી, રાહુલ રાવલ, હેતલ પુનીવાલા અને કલ્પના ગાગડેકર જેવા દિગ્ગજ અને યુવા કલાકારોએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના મન જીતી લીધા છે. આ ઉપરાંત, ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેત્રી ભાવિની જાની આ ફિલ્મમાં એક ખાસ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, જે ફિલ્મના આકર્ષણનું એક મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે.
'ભમરડો' માત્ર એક મનોરંજક ફિલ્મ જ નથી, પરંતુ સ્પોર્ટ્સના માધ્યમથી બાળકો અને વાલીઓને એક પ્રેરણાદાયક સંદેશ આપે છે. દર્શકોનો આવો અભૂતપૂર્વ પ્રેમ અને ઉમળકો જોઈને ફિલ્મની સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે અને જેમણે હજુ સુધી ફિલ્મ નથી જોઈ, તેમને આ અદભૂત પારિવારિક ફિલ્મ જોવા અપીલ કરે છે.
સ્પોર્ટ્સ આધારિત ગુજરાતી ચિલ્ડ્રન ફિલ્મ 'ભમરડો'ને સમગ્ર ગુજરાતમાં મળ્યો બહોળો પ્રતિસાદ, દર્શકોએ ફિલ્મને વધાવી લીધી.