સુરત ગ્રામ્ય પોલીસની ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી 9 ડ્રગ્સ પેડલર્સ...
સુરત ગ્રામ્ય પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડ્રગ્સના દૂષણને નાથવા માટે હાથ ધરાયેલા સ્પેશિયલ ઓપરેશનમાં 9 ડ્રગ્સ પેડલર્સને ઝડપી પાડવામાં આવ્યા છે.સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક કાર્યવાહી કરતા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.એએસપીના સુપરવિઝન હેઠળ અલગ-અલગ 7 ટીમોની રચના કરી એકસાથે વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.આ કાર્યવાહીમાં કુલ 9 ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે NDPS એક્ટ હેઠળ 7 અલગ-અલગ ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ડ્રગ્સનું નાના-નાના પેકેટ બનાવી ગ્રાહકોનો સંપર્ક કરી સપ્લાય કરતા હતા.પકડાયેલા પેડલર્સ પૈકી એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.સુરત ગ્રામ્ય પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સ નેટવર્કને જડમૂળથી ઉખેડવા માટે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ સાથે આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે.