સુરત મહાનગરપાલિકાને મળી 4 નવી શબવાહિની અને 1 વેક્સીન વાનની ભેટ.
પૂર્વ સાંસદ Darshana Jardosh ના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.વર્ષ 2026 ની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.1.53 કરોડના ખર્ચે સુવિધાઓ શરૂ.શહેરના નાગરિકોને ઝડપી અને વધુ સારી આરોગ્ય સેવા આપવા નવી વ્યવસ્થા ઉભી કરાઈ. મજુરા ફાયર સ્ટેશન ખાતે સ્વર્ગવાહિની ગાડીઓનું વિતરણ કરવામાં આવ્યું.ઈમરજન્સી અને અંતિમવિધિ સેવાઓમાં લોકોને હવે વધુ ઝડપી મદદ મળશે.શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ કામગીરીને ગતિ આપવા વેક્સીન વાન શરૂ.કાર્યક્રમમાં અનેક કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.પરેશ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી નોંધાઈ. ફાયર વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો.જનસેવા અને આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સુરત મનપાનું મહત્વપૂર્ણ પગલું. સામાન્ય નાગરિકોને સમયસર સેવા મળે તે માટે નવી ગાડીઓ કાર્યરત કરાઈ.સુરત શહેરમાં આરોગ્ય અને આપાતકાલીન સેવાઓમાં વધુ એક મોટું ઉમેરણ.