સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા દક્ષિણ ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. સાયણ સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતો શેરડીના વ્યવસાય સાથે જોડાયેલા છે.હાલ શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.બિયારણ, ખાતર અને ડીઝલના ભાવમાં સતત વધારો થતા ખેતીનો ખર્ચ વધી ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા ખાંડના MSPમાં પણ વધારો કરવામાં આવતો નથી.ખાંડની નિકાસ રોકવાના નિર્ણયથી ખેડૂતો ઉપરાંત સહકારી સંસ્થાઓ પર પણ વ્યાજનો બોજ વધશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.દર્શન નાયકએ માંગ કરી હતી કે જો સરકાર ખાંડની નિકાસ અટકાવવા માંગતી હોય તો MSP 31 રૂપિયાથી વધારીને 40 રૂપિયા કરવામાં આવે.તેમણે ખેડૂતોના હિતમાં ડીઝલ, ખાતર અને બિયારણના ભાવમાં ઘટાડો કરવાની પણ માંગ ઉઠાવી હતી.