સુરત શહેરમાં તાજિયા વિસર્જન પર્વને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ઝોન-3 વિસ્તારમાં 130થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.પેટ્રોલિંગ દરમિયાન મુંબઈ વડથી હોડી બંગલા સુધીના તાજિયા વિસર્જન રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ ફૂટ પેટ્રોલિંગમાં એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે તાજિયા વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી જનસુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધારતો પ્રયાસ બની રહી છે.
સુરત શહેરમાં તાજિયા વિસર્જન પર્વને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ