સુરત શહેરમાં વાહન ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી ભવાની સોસાયટીમાં વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ બાઈક પર આવેલા એક અજાણ્યા ઈસમે સોસાયટીમાં પાર્ક કરેલી બાઈકની ચોરી કરી પલભરમાં ફરાર થઈ ગયો હતો.સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સીસીટીવી ફૂટેજમાં આરોપી બાઈક લઈને ભાગતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.બાઈક માલિકે ઘટનાની જાણ વરાછા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતમાં બાઈક ચોરોનો આતંક યથાવત વરાછાની ભવાની સોસાયટીમાંથી બાઈક ચોરી