સુરતમાં આગામી બકરી ઈદના તહેવારને લઈને એક મહત્વપૂર્ણ રજૂઆત સામે આવી છે. વોર્ડ નંબર ૧૧ના ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક હર્ષ અશોકભાઈ મહેતાએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખીને ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે.કોર્પોરેટર હર્ષ મહેતાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, બકરી ઈદના નામે હાલમાં કેટલાંક લોકો દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર કતલ કરવામાં આવી રહી છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બકરી સિવાય અન્ય ઉપયોગી પશુઓ જેવા કે ભેંસ અને ઊંટની કતલ કરવી એ 'ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ'ની કલમ ૮નું સીધું ઉલ્લંઘન છે.​કોર્પોરેટરની મુખ્ય માંગણીઓ:​નિયમોનું કડક પાલન: જે પશુઓ ખેતી અને ડેરી વ્યવસાય માટે ઉપયોગી છે, તેમની ગેરકાયદેસર કતલ અટકાવવી જોઈએ.​સર્ટિફિકેટની ચકાસણી: કોઈપણ પશુની કતલ કરતા પહેલા વેટરનરી અધિકારી અને મ્યુનિસિપલ સેલ્ટર ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર લેવું અનિવાર્ય છે, જેનું પાલન થતું નથી.​તંત્રને આદેશ: કોર્પોરેટરે માંગ કરી છે કે મ્યુનિસિપલ સેલ્ટર ઓથોરિટી અને પશુચિકિત્સા અધિકારીઓને તાત્કાલિક આદેશ આપવામાં આવે, જેથી કરીને તહેવારના નામે નિર્દોષ પશુઓની કતલ અટકાવી શકાય.આ રજૂઆતનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય તેવો છે. હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પત્ર બાદ કયા પ્રકારના પગલાં લે છે.