સુરતમાં CJP રેલી પહેલાં પોલીસનો કડક બંદોબસ્ત, 10થી 12 લોકો ડિટેન
સુરતમાં CJP રેલી યોજાય તે પહેલાં જ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રેલી માટે પોલીસની મંજૂરી ન હોવા છતાં લૂથરા સર્કલ ખાતે કેટલાક લોકો એકત્ર થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે અંદાજે 10થી 12 લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વધુ લોકો એકત્ર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા મારફતે લૂથરા સર્કલ પર ભેગા થવા અપીલ
સુરતમાં CJPના સમર્થનમાં પ્રસ્તાવિત રેલીને પોલીસની મંજૂરી ન મળવા છતાં લૂથરા સર્કલ પર લોકો એકત્ર થતાં પોલીસે કાર્યવાહી કરી 10થી 12 લોકોને ડિટેન કર્યા. વધુ લોકો ભેગા થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં CJPના સમર્થનમાં રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા મારફતે આર્યન અને તેના સાથીઓ દ્વારા લોકોને લૂથરા સર્કલ ખાતે એકત્ર થવા માટે અપીલ કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓ એકત્ર થઈ શકે તેવી માહિતી મળતાં સુરત પોલીસ અગાઉથી એલર્ટ થઈ ગઈ હતી. લૂથરા સર્કલ અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રેલીને મંજૂરી નહીં
રેલી યોજવા માટે આર્યન નામના વ્યક્તિ દ્વારા પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રસ્તાવિત રેલીને મંજૂરી આપી નહોતી.
મંજૂરી ન હોવા છતાં કેટલાક લોકો લૂથરા સર્કલ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અંદાજે 10થી 12 લોકોને ડિટેન કર્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
લૂથરા સર્કલથી કારગિલ ચોક સુધી રેલીનું હતું આયોજન
પ્રસ્તાવિત રેલી લૂથરા સર્કલથી અણુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી યોજાવાની હતી. જોકે, પોલીસની મંજૂરી નહીં મળતાં રેલી યોજાઈ શકી નહોતી.
વધુ લોકો સ્થળ પર એકત્ર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લૂથરા સર્કલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે