સુરતના ઉત્રાણ વિસ્તારમાં દારૂની હેરાફેરી કરતા પતિ-પત્નીને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.પોલીસે દારૂ ભરેલી ઓટો રિક્ષા સાથે જયદીપ ચિમનભાઈ ટીલવા અને તેની પત્નીની ધરપકડ કરી હતી.તપાસ દરમિયાન બંને પાસેથી કુલ 334 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો હતો.આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર દેવશી નામના વ્યક્તિ અને અન્ય એક મહિલાને ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.ઉત્રાણ પોલીસે દારૂનો જથ્થો, ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા 1 લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.