છેલ્લા ૨ મહિનામાં વેચાણમાં ૧૦૦%થી વધુનો જબરદસ્ત ઉછાળો નોંધાયો.દર કલાકે ૮ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા: માર્ચ ૨૦૨૬માં ૧૯૮૭ અને એપ્રિલમાં ૨૦૧૧ વાહનો રોડ પર ઉતર્યા,શો રૂમમાં દર કલાકે સરેરાશ ૮ ઇવીની ડિલિવરી કરાઈ.મોટર વ્હીકલ ટેક્સમાં ૫%ની મોટી રાહત: આરટીઓ અંકિત શાહના જણાવ્યા મુજબ, પેટ્રોલ-ડીઝલના ૬% ટેક્સ સામે EV પર માત્ર ૧% ટેક્સ લાગતા ગ્રાહકોને સીધો મોટો આર્થિક ફાયદો.વેપારીઓમાં નવો ટ્રેન્ડ: 'ઘરમાં એક EV તો હોવી જ જોઈએ'ના અભિગમ સાથે સુરતના બિઝનેસમેનો લોકલ ટ્રાન્સપોર્ટેશન અને ઓછી મેન્ટેનન્સ કોસ્ટના કારણે ઇવી તરફ વળ્યા.
આરટીઓ અધિકારી નિવેદન:સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં ૧૦૦% નો મોટો ઉછાળો નોંધાયો છેએપ્રિલ ૨૦૨૫ ના ૯૮૭ વાહનો સામે એપ્રિલ ૨૦૨૬ માં ૨૦૧૧ વાહનો નોંધાયા છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ૬% ટેક્સ સામે ઇલેક્ટ્રિક વાહનો પર માત્ર ૧% જ મોટર વાહન વેરો લેવામાં આવે છે ટેક્સમાં રાહત ઉપરાંત લોકોને શો-રૂમમાંથી નીકળતા જ ₹૫,૦૦૦ ની સબસીડીનો સીધો લાભ મળે છે.