આવનાર 26 જૂનના રોજ શહેરમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં તમામ ધર્મના અગ્રણીઓ, સામાજિક આગેવાનો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન મોહરમના પર્વને સુખ, શાંતિ, ભાઈચારા અને પરસ્પર સહયોગની ભાવના સાથે ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.સ્થાનિક આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સુરતમાં મોહરમ પૂર્વે શાંતિ સમિતિ બેઠક