સુરત ખાતે ઓશિયન જ્ઞાન લાઈવની નવી બ્રાન્ચની સ્થાપના કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત જ્ઞાન લાઈવ સાથે સંકળાયેલી આ સંસ્થા ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની સુવિધા પૂરી પાડશે. નજીવી ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ, માર્ગદર્શન અને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો સંસ્થાનો ઉદ્દેશ્ય છે.બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ "બ્રહ્માસ્ત્ર બેચ" શરૂ કરવામાં આવ્યો છે, જેમાં જોડાયા બાદ અન્ય કોઈ મટિરિયલ અથવા માર્ગદર્શનની જરૂરિયાત રહેતી નથી. વિદ્યાર્થીઓને તમામ અભ્યાસક્રમ, માર્ગદર્શન અને રિવિઝનની સુવિધા એક જ પ્લેટફોર્મ પર મળી રહે છે.સંસ્થાની વિશેષતા એ છે કે એકવાર એક્સેસ મળ્યા બાદ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલી વખત કોઈપણ ચેપ્ટરનું પુનરાવર્તન કરી શકે છે. એક્સટર્નલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પોતાના અનુકૂળ સમયમાં આ પ્લેટફોર્મનો લાભ લઈ શકે છે.