સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળીયા કાતરીયા પરિવાર મોભીયાણા ધામ દ્વારા 14મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાતરીયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સંસ્કાર સેતુ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, હેતલબેન કાતરીયા, CA અરવિંદભાઈ કાતરીયા તથા એપેક્ષ હોસ્પિટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાતરીયા પરિવારના ભાઈઓ, બહેનો અને વડીલોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.