સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ શુભઆરંભ એન્ટરટેઈનમેન્ટ
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ શુભઆરંભ એન્ટરટેઈનમેન્ટ ચલાવતા અભિષેક બોરડાનો સંપર્ક મુંબઈના અનિંદા નેતાઈ સીલ અને અનંતકુમાર શિવનાથ ગુપ્તા સહિતના શખ્સોએ કર્યો હતો. આરોપીઓએ પોતાને બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવી વિશ્વાસમાં લીધા હતા.સૌપ્રથમ આરોપીઓએ જાણીતા ગાયક અરિજિત સિંહનો લાઈવ શો યોજાવી આપવાની લાલચ આપી ટોકન પેટે રૂ. 11 લાખ મેળવી લીધા હતા. જોકે બાદમાં શો રદ થઈ ગયો હોવાનું જણાવી દીધું હતું. ત્યારબાદ આરોપીઓએ અભિનેત્રી નોરા ફતેહી અને કોમેડિયન કપિલ શર્માના શો યોજાવી આપવાનું કહી કલાકારોની ફી, ટ્રાવેલિંગ અને હોટલ બુકિંગના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 1 કરોડ 43 લાખ પડાવી લીધા હતા. જોકે કોઈપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ફરિયાદીએ પોતાના પૈસા પરત માંગતા આરોપીઓએ વિશ્વાસ કેળવવા સિક્યુરિટી પેટે ચેક આપ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર રૂ. 1 લાખ 15 હજાર જ પરત મળ્યા હતા, જ્યારે બાકીના રૂ. 1 કરોડ 41 લાખના ચેક બાઉન્સ થતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં મુંબઈની ત્રણ એન્ટરટેઈનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે છેતરપિંડીનો ગુનો નોંધી.