&nbsp;સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુરતના મજરા ગેટ વિસ્તારથી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણ છેલ્લા દસ દિવસથી તૂટેલી અને કોહવાયેલી હાલતમાં ખુલ્લું પડ્યું છે.એક તરફ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના મુખ્ય માર્ગ પર જ આવી બેદરકારી સામે આવતા કામગીરી પર સવાલો ઉભા થયા છે.આ સ્થળ આઈટીઆઈ કોલેજની સામે આવેલું છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ અધિકારીની નજર આ ખુલ્લા ગટર પર પડી નથી.ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો સમયસર રિપેરિંગ નહીં કરવામાં આવે તો કોઈ વાહનચાલક અથવા રાહદારી ગટરમાં ખાબકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.કોઈ ગંભીર અકસ્માત ન બને તે માટે સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ તંત્ર સમક્ષ ફરિયાદ કરી ગટરનું ઢાંકણ તાત્કાલિક બદલવાની માંગ કરી છે.ચોમાસું શરૂ થાય તે પહેલાં યોગ્ય રિપેરિંગ કરી લોકોને સુરક્ષિત અવરજવર મળી રહે તેવી સ્થાનિકોએ પણ માંગ ઉઠાવી છે.<br /> <br /> &nbsp;