સુરતની સચીન GIDC પોલીસે અપહરણ અને પોક્સો ગુનામાં ફરાર
સચીન GIDC પોલીસ દ્વારા પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી રાજકુમાર વર્માની ઉત્તર પ્રદેશના સુલતાનપુર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. ૨૧ વર્ષીય આરોપી છેલ્લા બે મહિનાથી ફરાર હતો અને સતત પોલીસને ચકમો આપી રહ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાના પાડોશમાં રહેતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી, જેના બાદ આ સમગ્ર બનાવ બન્યો હતો. સચીન GIDC પોલીસે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.