સુરેન્દ્રનગરના આંબેડકર ચોક સ્થિત ખેડૂત બીજ નિગમ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ધર્મપત્ની સહિતના લોકો સામે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુદ્દે પક્ષનો અભિપ્રાય મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મયુરભાઈ સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમભાઈ દવે, લોકસભા પ્રભારી રમેશભાઈ મેર, જિલ્લા પ્રમુખ કમલેશભાઈ કોટેચા તેમજ પ્રદેશ મહિલા ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરમાં AAPની પ્રેસ કોન્ફરન્સ ચૈતર વસાવા કેસના ચુકાદા મુદ્દે