ઠાકોરદીપ સોસાયટીમાં કૂતરાઓનો આતંક...
સુરતની ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના બાળકો સહિત અનેક લોકોને કૂતરાઓએ કરડ્યાના બનાવો સામે આવતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.સુરતની ઠાકોરદીપ સોસાયટી વિસ્તારમાં રખડતા કૂતરાઓની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ નાના બાળકો સહિત અત્યાર સુધીમાં અંદાજે 5થી 10 લોકોને કૂતરાઓએ કરડ્યા હોવાના બનાવો બન્યા છે.આ બનાવોને પગલે વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વડીલોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી.સ્થાનિકોએ માંગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક અસરથી રખડતા કૂતરાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.