ત્રણ રસ્તા માર્કેટમાં પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન...
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ત્રણ રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્લોગિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવવા વિશેષ અભિયાન યોજવામાં આવ્યું હતું.આ અભિયાન દરમિયાન ત્રણ રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ અંડાદીયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી. સાથે જ આગામી દિવસોમાં પણ આવા અભિયાનો સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.