અરવલ્લી જિલ્લાના ઉભરાણ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા ઉભરાણ પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જન કલ્યાણ શિબિરમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમો શ્રી યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, પી.એમ. જનજીવન સંબંધિત યોજનાઓ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજના સહિતની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.શિબિરમાં વિવિધ વિભાગોના અલગ-અલગ સ્ટોલ ઉભા કરી લાભાર્થીઓને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.લોકોને જરૂરી દસ્તાવેજોની તપાસ, અરજી પ્રક્રિયા અને યોજનાઓનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.વિભાગીય અધિકારીઓ દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે સમજ આપવામાં આવી હતી.
ઉભરાણમાં જન કલ્યાણ શિબિર યોજાઈ