તાપી જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ કુકરમુંડા તાલુકાના કોરાલા અને નિઝર ગામે નીર વધામણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત કુકરમુંડા તાલુકાના કોરાલા અને નિઝર ગામે નીર વધામણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે પવિત્ર જળનું વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું.તેમણે ખેડૂતો અને ગ્રામજનોની સુખાકારી, સમૃદ્ધિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી.કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ શું જણાવ્યું તે સાભળીયે