રાજકોટ ઉપલેટામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.ઉપલેટાની દેવરામ શેરીમાં કિરણબેન માવાણીના નિવાસસ્થાને ગોપી મહિલા સત્સંગ મંડળ દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગોપીઓ દ્વારા ગોરમા પૂજન, ધૂન અને કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો.અંતમાં વિશાળ હાજરી વચ્ચે છપ્પન ભોગની આરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના લોકપ્રિય પ્રમુખ વર્ષાબેન ગજેરાએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી મહિલા સત્સંગ મંડળના બહેનો અને કિરણબેન માવાણી પરિવારે જહેમત ઉઠાવી હતી.