સુરતની ઉત્રાણ પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે.સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.નવસારીથી કિમ તરફ જતા રસ્તા પર બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.બસમાં મમરાના કોથળામાં દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો.ઉત્રાણ પોલીસે બિયરના 288 નંગ ટીન મળી આવ્યા હતા.ઉત્રાણ પોલીસે બે આરોપી મોહનલાલ મહિડા અને હિંમતસિંહ લબાનાની ધરપકડ કરી હતી.બંને આરોપી પાસેથી 63 હજારનો દારૂ અને 19 લાખની બસ સહિત કુલ 19.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી મોહનલાલ અગાઉ પારડી પોલીસમાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.