સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલા જુગારીઓને ઝડપી પાડી છે. સેન્ટોસા હાઇટ્સના ફ્લેટમાં ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાનું સામે આવ્યું છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલ સેન્ટોસા હાઇટ્સ બિલ્ડીંગના B બ્લોકના ફ્લેટ નંબર 202માં જુગાર રમાડાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન બહારથી મહિલાઓને બોલાવી ગંજીપાનાનો તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાનું સામે આવ્યું હતું.મળતી માહિતી મુજબ રેખાબેન જુલાસણા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતી હતી.રેડ દરમિયાન પોલીસે કુલ 7 મહિલા જુગારીઓને ઝડપી પાડી છે.સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપાના સહિત કુલ ₹46,430 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.હાલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.,,