વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને સુરતની મુલાકાતે આવવાના છે. તેમના પ્રવાસને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, નાયબ કલેક્ટર, મામલતદાર, જોઈન્ટ પોલીસ કમિશનર, ટ્રાફિક DCP, ACP, સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, મેયર, ધારાસભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા મુજબ PM મોદી 5 જૂને બપોરે સુરત એરપોર્ટ આવશે. ત્યારબાદ હજીરા ખાતેના પ્લાન્ટની મુલાકાત લેશે અને સાંજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી જાહેર સભામાં હાજરી આપશે. અહીં અંદાજે ₹18,000 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે.કાર્યક્રમને ઇકોફ્રેન્ડલી બનાવવા, સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપવા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈ,કલેકટર કચેરીમાં યોજાય બેઠક.