અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામમાં રાત્રિના સમયે દીપડાએ એક ગાય પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.માહિતી અનુસાર, બહાદુરભાઈની ગાય પર રાત્રે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. પરિવારજનોની બૂમાબૂમ બાદ દીપડો ગાયને ઇજાગ્રસ્ત હાલતમાં છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો.ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘટનાને લઈને વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોએ દીપડાને વહેલી તકે પાંજરે પુરવાની અને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે. સાથે જ કોઈ માનવી પર હુમલો થાય તે પહેલાં અસરકારક પગલાં ભરવાની પણ અપીલ કરી છે.હાલ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.