અજાણ્યા ઇસમે બંધ કારખાનાને નિશાન બનાવી અંદરથી આશરે રૂ. 7.50 લાખના હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે અશ્વનીકુમાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વિજય ઉર્ફે જાડિયો ચંદ્રવંશી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોરીનો ગુનો કબૂલ્યો હતો અને તેની પાસેથી ચોરીમાં ગયેલા રૂ. 7.50 લાખના હીરા કબ્જે કરવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ સુરતના વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે.આરોપી વરાછા, કાપોદ્રા, ચોકબજાર સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.