"વેદાંત  ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં  ગણેશ મૂર્તિ  વર્કશોપ.."

ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ વર્કશોપનું આયોજન અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને ધાર્મિક ઉત્સવોની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી યોજાયેલા આ વર્કશોપમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ માટી અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.

માટી અને કુદરતી રંગોથી બાળકોએ બનાવી ગણેશ મૂર્તિઓ

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલમાં આયોજિત વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP અને કેમિકલયુક્ત રંગોથી પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ કલા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોને શુદ્ધ કાળી માટી, શાડુની માટી અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને ગણેશજીની આકર્ષક મૂર્તિઓ બનાવવાની લાઈવ ટ્રેનિંગ આપવામાં આવી હતી. બાળકોએ પોતાના કુમળા હાથે ગણેશજીની સુંદર મૂર્તિઓ તૈયાર કરી હતી.

આ વર્કશોપ દ્વારા બાળકોને ગણેશ ચતુર્થીની ઉજવણીની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગણેશ મૂર્તિઓમાં ફૂલ અને છોડના બીજ મૂકાયા

વર્કશોપની ખાસ વાત એ રહી કે બાળકો દ્વારા બનાવવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓની અંદર વિવિધ ફૂલ અને છોડના બીજ મૂકવામાં આવ્યા હતા. વિસર્જન સમયે આ મૂર્તિને ઘરના કુંડામાં ઓગાળવાથી તેમાંથી નવો છોડ જન્મ લઈ શકે તેવી અનોખી પહેલ કરવામાં આવી હતી.

શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ સંસ્કૃતિને પ્રકૃતિ સાથે જોડીને ઉજવતા શીખે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વર્કશોપમાં બાળકોએ માત્ર ગણેશજીની મૂર્તિઓ બનાવવાની તાલીમ જ નહીં, પરંતુ પર્યાવરણની જાળવણીનું મહત્વ પણ સમજ્યું હતું. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ તેઓ પોતાના ઘરે સ્થાપના માટે લઈ જશે.

આમ, વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે યોજાયેલા આ વર્કશોપમાં માટી, કુદરતી રંગો અને ફૂલ-છોડના બીજનો ઉપયોગ કરીને ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.